વાંસદા: વાંસદાના દુબળ ફળીયા ગામના ગ્રામ વિકાસ અને લોકહિતના સર્મથક એવા ગામના સરપંચ મહેન્દ્રભાઈ દ્વારા આજરોજ ૧૪ ખેડૂતોને આંબા કલમનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સંદર્ભમાં ગામના ખેડૂતોના ચહેરા પર ખુશહાલી જોવા મળી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં ૧૪ ખેડૂતોને આંબા કલમનું વિતરણ કરવામાં આવ્યું. ગામના સરપંચ મહેન્દ્રભાઈ પટેલ હંમેશા ગ્રામ ઉત્થાન કાર્યો કરતાં રહે છે ત્યારે આ વખતે તેમણે ખેડૂતો માટે આંબાની કલમોની ભેટ આપી હતી જેનાથી તેઓ વર્ષમાં એક વખત રોજગારી કમાઈ શકે અને પરિવારને ખુશી આપી શકે.

જેમાં ગામના સરપંચ મહેન્દ્ર ભાઈ નગીન ભાઈ અને ગામ આગેવાનો અમ્રત ભાઈ, ચંદુભાઈ પટેલ, નિલેશભાઈ હાજર રહીયા હતા