ધરમપુર: વલસાડ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલ્સનહિલ પર રવિવારના રોજ કોઈ અસામાજિક તત્વો દ્વારા મધમાખીના સંછેડી હોવાના કારણે મધમાખી દ્વારા પ્રવાસન સ્થળે આવેલા પ્રવાસીઓ પર હુમલો બોલાવ્યાની ઘટના બહાર આવી છે.

Decision News સાથે વાત કરતાં મધમાખીના ડંખના ભોગ બનેલા સંજયભાઈ પટેલ જણાવે છે કે ૨૫ સપ્ટેમ્બરના રોજ ૨: ૦૦વાગ્યેની આસપાસ અમારે વિલ્સન હિલ ધરમપુર, મિત્રો સાથે અને ફેમિલી સાથે ફરવા જવાનું થયું, ત્યાં મધમાખીઓનો હુમલો થયો હતો, સુરત અને નવસારીના ફેમિલી સાથે હતા, નાના બાળકોને ખુબજ હાની પહોંચાડે એવા ડંખ માર્યો હતા, અમે ધરમપુ હોસ્પિટલ પહોંચી ટ્રીટમેન્ટ લેવી પડી હતી.

અમે આ બાબતે આજે સવારે સરપંચશ્રીને જાણ કરી છે. અને મેનેજમેન્ટને જણાવવા આવે છે કે મધમાખી શાંત થઈ જાય એટલા થોડા દિવસો માટે પ્રવાસીઓને એ સ્થળ પર ના જવા દેવા વિનંતી કરવામાં આવી છે. અને તંત્રને અપીલ છે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે.