વલસાડ: વર્તમાન સમયમાં જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા સેવા સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે પાંચમા દિવસે શીંગ ડુંગરી, નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ આપવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ દાદરાનગર હવેલીના દૂધનીને અડીને આવેલું છેક છેવાડાનું આ નગર ગામમાં જા. પ્રમુખ ડૉ. આશા ગોહિલ આયોજિત આ કાર્યક્રમ હતો જાયન્ટ્સ દક્ષેશ ઓઝા તથા ઉષા ઓઝા દ્વારા 30 જેટલાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અર્ચના ચૌહાણ, હાર્દિક પટેલ, દેવરાજ બાપા, વિલ્સન મેકવાન, તસનીમ કાપડીઆ, શીરીન વોરા અને શિક્ષક રાધાબેન પટેલ, મહેશભાઈ તથા દુધનીના નીતિન મોહનકર, કલ્પેશ નાકરે, મનેશ પટારા તથા શિંગ ડુંગરીના રાજેશના સહકારથી કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.

