ધરમપુર: આજરોજ ધરમપુર બારોલિયા ખાતે આવેલા કન્યા સાક્ષરતા નિવાસી શાળા કરચોડ/ધરમપુરના વિધાર્થીઓ કરેલ ફરિયાદ હોસ્ટેલમાં રસોઈયાઓ જે બાળકોને નહાતા જોઈ છે અને ફોટા પાડે છે અને વિડિઓ બનાવે છે. અને ગન્દી કોમેન્ટ પાસ કરવાની ઘટના સામે આવી છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ બાળકોના જમવામાં ઘણી વાર ઈયળો નીકળે છે અને ફરિયાદ કરવામાં આવે તો સ્કૂલનું તંત્ર બાળકોને દબાવવામાં આવે છે જે બાબતે વાલીઓ અને વિધાર્થીઓ દ્વારા જાણ કરવામાં આવી અને મારા ગામના બાળકો આને મારા કુટુંબનું બાળક પણ આજ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હોય ત્યાં રૂબરૂ જઈને મારા સમાજના બાળકોની દયનિય સ્થિતિ જોવા મળી બાળકો એ કરેલ ફરિયાદના આધારે રૂમમાં ચાલતા પંખા ભૂલથી ચાલુ રહી જાય તો 5 રૂપિયા દંડ કરવામાં આવે છે, અને ગણી વાર સરકારી કચેરીઓમાં કોઈ ના હોય તો પણ આખો દિવસ પંખા ઓ ચાલુ હોય છે એમને કોઈ દંડ કરવા વાળું નથી

શાળાની વિધાર્થીનીઓને રસોઈયા દ્વારા હેરાન ગતિ કરવામાં આવી રહી હોય જે બાબ ની આજરોજ઼ ધરમપુર PSI શ્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ ગંભીર બાબતે કડક પગલાં લેવાની PSI દ્વારા બાંહેધરી આપવામાં આવી છે.