ચીખલી: ગતરોજ નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અન્વયે 19 સપ્ટેમ્બર 2022ના રોજ શારદા વિદ્યાલય માંડવખડક ખાતે એક દિવસીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઇનડોર આઉટડોર રમતો રમાડવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી વલ્લભભાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓમાં રમતો દરમિયાન ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ રણછોડભાઈ અને માંડવખડક PHC ના ડોકટર ચંદ્રકાંતભાઈ પટેલ તથા સુપર વાઈઝર અને ગામના અગ્રણીય નાગરિક ઉપસ્થિત રહ્યા હતા જેમને સોનામાં સુગંધ ભલે એમ રમતોત્સવમાં હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો

સમગ્ર શાળા પરિવાર અને મુખ્ય મેહામાનોની હાજરીમાં થીમને લઈને કાર્યક્રમની શરૂવાત થઈ અને ઉત્સાહભેર બધી જ રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની ખેલ દિલીથી શક્તિ પ્રદર્શન કર્યું હતું અંતે મેહમાનોના હસ્તે વિજેતા રમતવીરોને નોટબુક અને પેન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફે ખુબ જ રસૃચી સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.