કપરાડા: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે જ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ગોલ્ડન જયુબિલી વર્ષના સેવા સપ્તાહના ત્રીજા દિવસે ઉજવણીના ભાગરૂપે જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ડૉ. યોગિની રોલેકરનું વક્તવ્ય બે જગ્યાએ યોજવામાં આવ્યું.
આ અવેરનેસ કાર્યક્રમ દીકરીઓને ધ્યાનમાં લઈ શ્રી કે.એમ. સોનાવાલા ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ સંચાલિત શબરી છાત્રાલય કપરાડા તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કપરાડામાં યોજાયો. આ કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ પ્રમુખ ડૉ. આશા ગોહિલ તથા ટીમ દ્વારા થયું. જેમાં શ્રી બી. એન. જોશી , શ્રી નીતિનભાઈ સોનાવાલા , નેહાબેન પટેલ, શ્રી મહેશભાઈ ગાંવિત તથા જા. અર્ચના ચૌહાણ, જા. હાર્દિક પટેલનો સહકાર પ્રાપ્ત થયો.
ડૉ. યોગિની રોલેકરે એમના વક્તવ્યમાં માસિક ધર્મ અંતર્ગત ઊભી થતી સમસ્યાઓ અંગે તથા ગુડ ટચ તેમજ બેડ ટચ અંગેની વિગતે વાતો કરી. લગભગ 200 જેટલી દીકરીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થયું . દીકરીઓને સેનેટરી નેપકીન્સ તથા જાગૃતિ અંગેનું પુસ્તક વિતરણ કરવામાં આવ્યું.જેમાં શ્રી નીલમભાઈ (ખોબા) તથા શ્રી ઋષિત મસરાણી તરફથી મદદ મળી હતી.

