કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જોગવેલ ગામમાં આવેલા મંદિરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબશ્રીના 72માં જન્મદિવસ નિમિતે વલસાડ-નવસારી જિલ્લાના વનવિભાગના રજા ઉપર ઉતરેલા તમામ વનરક્ષક-વનપાલ ભેગા મળી ગ્રીન રીબીન બાંધી 72 વૃક્ષોનું વાવેતર કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું.

જિલ્લાના યુનિટના પ્રમુખશ્રી વસંતભાઈ પાડવી આ કાર્યક્રમના વિષયમાં Decision News સાથે વાત કરતાં કહે છે કે અમારી હકની માંગણી જેવીકે રજા પગાર ,વનરક્ષક ગ્રેડ-પે -2800 ,વનપાલ ગ્રેડ-પે – 4200 , ભરતી બઢતી રેશિયો 1:3 જેવી માંગણી મુજબ અમારો હક ન મળશે તો હવે પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે .

વલસાડ-નવસારી જિલ્લાના વનવિભાગના વનરક્ષક-વનપાલ દ્વારા વૃક્ષોનું વાવેતરના આ પ્રસંગે સ્થાનિક સ્તરે ખ્યાતી ધરાવતા ગુલાબભાઈ રાઉત, જિલ્લા પંચાયત સભ્ય અમૂલભાઈ અને જોગવેલ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી પણ પોતાની હાજરી આપી હતી.