નર્મદા: સાગબારા તાલુકામાં મનરેગા યોજનામાં આઠ થી નવ મહિના થઈ ગયા છતાં હજુ સુધી એજન્સી ફિક્સ કરવામાં ન આવવાની સાગબારા તાલુકાનાં સરપંચની ફરિયાદને લઈને આજરોજ સાગબારા તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા સાગબારા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું…
Decision Newsને મળેલી માહિતી મુજબ ઘણીવાર રજુઆત કરવા છતાં હજુ સુધી એજન્સી માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આવનાર સમયમાં તાલુકામાં બેરોજગારીનો પ્રશ્ન ઊભો થશે એવું લાગી રહ્યું છે. આનો જલ્દી નિકાલની આવશે તો જેના પગલે આવનાર છ સાત દિવસમાં સાગબારા તાલુકા પંચાયત કચેરી ની તાળા બંધી કરવામાં આવશે. આ આવેદન પત્ર કોંગ્રેસ સમિતિ સાગબારા દ્વારા આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રમુખ સુરેશભાઈ માજી પ્રમુખ, મેહુલભાઈ સેવાદળ પ્રમુખ જ્યોતિષભાઈ, પ્રદેશ સોસિયલ મિડિયા સ્ટેટ કોડીનેટર પરેશ વસાવા, શહેર પ્રમુખ જીતેન્દ્રસિંહ, માજી આરોગ્ય સમિતી ચેરમેન આનંદભાઈ, યુથ પ્રમુખ મયંકભાઈ નિલેશ વસાવા, પૃથ્વીભાઈ ઉમેશભાઈ સરપંચો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.

