વલસાડ: આશ્રમ શાળા કર્મચારી સંઘ વલસાડ એકમ દ્વારા ગુરુવારે ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ યોગેશ પટેલના અધ્યક્ષ પદ હેઠળ અધિક કલેકટરને C.B હાઇસ્કુલ થી કલેકટર કચેરી સુધી ધોધમાર વરસાદ વચ્ચે રેલી કાઢી મુખ્યમંત્રીને મોકલનાર આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં પેન્શન યોજના ફરી લાગુ કરવી, સાતમા પગાર પંચનું એરિયર્સ, નિવૃત્તિ બાદ300 રજાનું રોકડ રૂપાંતર, આશ્રમ શાળાઓમાં ગૃહપતિ ગૃહમાતાની નિમણુક, જૂની પેન્શન યોજના શરૂ કરવા અનુસૂચિત જાતિ વિકસતી જાતિના આશ્રમ શાળા કર્મચારીઓને 7 માં પગાર પંચનો લાભ, શિક્ષકોને ઉચ્ચત્તમ પગાર ધોરણમાં રૂ.4200 ગ્રેડ પે આપવા, ફરજ બજાવતા વિદ્યા સહાયકોને સળંગ નોકરી ગણવી.

2002-04 સુધી પૂરા પગારે ભરતી થયેલા કર્મચારીઓના ઉચ્ચત્તમ પગાર ધોરણ મંજૂર કરવા, બદલીનો લાભ આપવો, કર્મચારીઓને અન્ય વિભાગના કર્મચારીની જેમ 7 માં પગારનું એરિયર્સ ચૂકવવું, સળંગ નોકરી ગણવી, 2002-04 સુધી પૂરા પગારે ભરતી થયેલા કર્મચારીઓના ઉચ્ચત્તમ પગાર ધોરણ મંજૂર કરવા, બદલીનો લાભ આપવો, કર્મચારીઓને અન્ય વિભાગના કર્મચારીની જેમ 7 માં પગારનું એરિયર્સ ચૂકવવું, આશ્રમશાળાઓમાં ખાલી પડેલી શિક્ષકો અને વર્ગ-4 ની નિયમિત કાયમી ધોરણે ભરતી, સર્વિસ બુક નિભાવવી સહિતના પ્રશ્નનો સમાવેશ થાય છે.