ગુજરાત: આજે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે AAP અને BTPનું ગઠબંધન ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચશે. સરકાર રચશે પણ ત્યાં જ છોટુ વસાવાએ BTP અને AAPનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે આ ગઠબંધન તૂટવું આમ આદમી પાર્ટી માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે. એક તરફ અરવિંદ કેજરીવાલ ગુજરાતના આદિવાસી મતદારોને રીઝવવા ગેરેંટી કાર્ડ આપી રહ્યા છે ત્યારે બીજી તરફ BTP સાથેનું ગઠબંધન તૂટતા તેમને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડવાની સંભાવના છે.
આ મુદ્દે છોટુ વસાવાના AAP પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે AAPના ટોપી વાળા લોકો દેખાતા નથી અને AAPના નેતાઓ BTPનું માનતા નથી એટલે આ ગઠબંધન તોડવાની ફરજ પડી છે. આ સાથે તેમને AAP પર ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે AAP અને ભાજપ એક જ છે અને તેઓ ભેગા મળીને આદિવાસીની સંપત્તિ લૂંટી રહ્યા છે. અમે આ બધા ટોપીવાળો સામે લડીશું અને એમને ધોળા દિવસે તારા દેખાડીશું.આ રાજ્યના આદિવાસી લોકો અમારી સાથે જ છે.