નવીન: સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાની ફોર્મ્યુલા પર આખી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. એવામાં આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે પણ નવા લેબલ કોડ મારફત આ ફોર્મ્યુલા ભારતમાં લાગુ કરવા માટે કમર કસી છે. કેન્દ્ર સરકારે નવો લેબર કોડ તૈયાર કરી લીધો છે.
નવો લેબર કોડમાં કેન્દ્ર સરકાર દ્વારા સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાથી લઈને મહિલા-પુરુષોને સમાન વેતન તેમજ નોકરિયાત લોકો માટે પગારમાં ફેરફાર સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે. બ્રિટનમાં જૂન ૨૦૨૨માં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાના કન્સેપ્ટનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે. ભારતમાં કેન્દ્ર સરકારે પણ નોકરિયાત લોકો માટે નવો લેબર કોડ તૈયાર કરી લીધો છે, પરંતુ હજુ તે લાગુ કરાયો નથી. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે બધા જ રાજ્યો એક સાથે નવો લેબર કોડ લાગુ કરે. કર્મચારીઓના અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન માટે નવા લેબર કોડ લાવવામાં આવી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફ્લેક્સિબલ વર્ક પ્લેસીસ અને ફ્લેકિસબલ વર્કિંગ અવર ભવિષ્યની જરૂરતો છે. આમ, નવો લેબર કોડ લાગુ થતાં કંપનીઓએ તેમની વર્કિંગ સ્ટ્રેટેજી પણ બદલવી પડી શકે છે. નવા લેબર કોડથી સાપ્તાહિક રજાથઈ લઈને નોકરિયાતોના પગાર સહિતની બાબતોમાં પરિવર્તન આવશે.