વલસાડ: આજરોજ વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી આવતી એક કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફિણના સૂકા પોષ ડોડા લઈને સેલવાસ તરફ જઈ રહી હતી ત્યારે પકડાયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી અંદાજે 1500 કિલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

કન્ટેનરમાં અંદાજે 1500 કિલો જેટલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરીને નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.