કપરાડા: 2022 વિધાનસભા ચૂંટણી અગાવ જ કપરાડા તાલુકા પંચાયતના નાનાપોઢા બેઠકના માજી તાલુકા પંચાયત સભ્ય હરેશ પટેલ આપના નેતાઓના સંપર્કમાં હોવાની ચર્ચા જોર પકડતા કપરાડા તાલુકાના રાજકારણમાં ભૂકંપ પરિસ્થિતિ સર્જવાના એંધાણ શરૂ થઇ ગયા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપલાવવા પૂર્ણ રૂપે મેદાનમાં ઉતરી ગયો છે. ત્યારે કપરાડા તાલુકાના રાજકારણમાં હાલમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આંતરિક રીતે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે તેવામાં આમ આદમી પાર્ટીમાં જોડાવા કપરાડા તાલુકામાં યુવાન વર્ગ આગળ આવી રહ્યો છે.
એવી લોકચર્ચા છે કે કપરાડા તાલુકાના કદાવર નેતા અને કપરાડા તાલુકા પંચાયતના માજી ઉપ પ્રમુખ અને સુખાલા પચાયતના સરપંચ અને દાદરા નગર હવેલીના સાંસદના પિતા શંકરભાઈ પટેલ સાથે પણ આપ નેતાઓ સંપર્કમાં છે તેઓ તેમના સમર્થકોની મોટી ફોજ સાથે તૈયારીઓ કરી રહ્યા છે. તો માજી તા.પ.સભ્ય હરેશ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચાના પગલે રાજકારણ ગરમાયુ છે.

