વાંસદા: ગ્રામિણ સ્તરે અસ્કમાનું સંખ્યા વધી રહી છે ત્યારે ગતરોજ વાંસદાના પિપલખેડ ગામના ત્રણ રસ્તા પર રાત્રે 8.30 કલાકે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજયાની ખબર બહાર આવતાં જ સમગ્ર વાતાવરણમાં ગમગીન થઇ ગયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ રવાણીયા ગામના પ્રજ્ઞેશભાઈ રસિકભાઈ પોતાના મોટાભાઈ જે વાપી કામ અર્થે ગયા હતા તેને લેવા માટે GJ-21-BS-5722 નંબરની બાઈક લઈને આવતો હતો ત્યારે રાત્રે 8.30 માંડવખડક ગામ તરફથી GJ-21-CB-8707 નંબરની કાર લઇ કાંતિભાઈ નાનજીભાઈ ભગરીયા પૂરઝડપે જઈ રહ્યા હતા ત્યારે તેને બાઈકને અડફેટે લીધી હતી જેના લીધે પ્રજ્ઞેશભાઈને માથામાં ગંભીર ઈજા થતા જ ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું
વાંસદા પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પોહચી મૃતકને વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડયો હતો. અને કાર ચાલક કાંતિભાઈ નાનજીભાઈ ભગરીયા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

