ચીખલી: વર્તમાન સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં બ્લડની ઘણી અછત વર્તાતી રહી છે ત્યારે જલારામધામ નવયુવક મંડળ આમધરા અને રોટરી ક્લબ ઓફ ચીખલી (રીવર ફ્રન્ટ)ના સંયુક્ત ઉપક્રમે ગણેશોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી જાણકારી મુજબ લોકોમાં જાગૃતતા આવી છે ત્યારથી બ્લડ ડોનેટ મહાદાન સમજી પ્રસંગના ઉત્સવની સાથે-સાથે ગતરોજ શ્રી જલારામધામ નવયુવક મંડળ આમધરા અને રોટરી ક્લબ ઓફ ચીખલી (રીવર ફ્રન્ટ)ના સંયુક્ત ઉપક્રમે ગણેશોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 31 રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. જેમાં બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ રકતદાન કર્યું હતું.
આ પ્રસંગે જલારામધામ નવયુવક મંડળ આમધરાના પ્રમુખશ્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે રકતદાન થી ડરવાની જરુર નથી, તેમજ રકતદાન અંગે લોકોમાં પ્રચલિત અંધશ્રદ્ધાથી દુર રહી દરેક નાગરીકોને રકતદાન કરવાનું આહ્વાન કર્યું હતું.

