ખેરગામ: આજરોજ અતિ દયનિય ગરીબ કુટુંબ પરિવાર તેમજ વિધવા બહેનોને બે મહિના ચાલે તેટલું રાશન કીટ અને તાડપત્રીનું વિતરણ નામી સંસ્થાના સહકારથી બિરસા મુંડા ગ્રૂપ ખેરગામ દ્વારા તોરણવેરા, પાટી, ખેરગામ (વેણ .ફ) ધેજ ગામ મળી ચાર ગામોમાં ગરીબ પરિવારને કીટ અને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી જાણકારી મુજબ બિરસા મુંડા ગ્રૂપ ખેરગામના આદિવાસી સમાજના આગેવાન હેમંત ભાઈ,  આશિષ ભાઈ, જીગ્નેશ ભાઈ, કેતન ભાઈ, તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલ ભાઈ દભોડયા, સામાજિક આગેવાન મહેશ ભાઈ, દિવ્યેશ પટેલ, જીતુભાઈ દ્વારા ગરીબ પરિવારની મદદ કરવામાં આવી હતી.

વર્તમાન સમયમાં આદિવાસી સમાજના યુવાનો પોતાના સમાજ ઉત્થાન માટે વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે તેમાં ઘણાં યુવાનો સમાજસેવા ક્ષેત્રમાં પણ જોડાયા છે. વિવિધ ગ્રુપો દ્વારા યુવાનો ગરીબ વડીલો અને જરૂરીયાતમંદ લોકો સુધી પોહચી રહ્યા છે.