પ્રતિકાત્મક ફોટોગ્રાફર

વાંસદા: અવાર-નવાર વાંસદાના તાલુકાના સિંગાડ અને મોટીવાલઝર ગામની હદ પાસે દીપડો લોકોની નજરે ચડી રહ્યો છે ત્યારે સ્થાનિકોમાં ખેતી કામ અર્થે જતા ખેડૂતો અને શાળાએ જતાં બાળકોના કારણે માતાઓમાં ચિંતાનું અને ભયનું વાતાવરણમાં જોવા મળી રહ્યું છે.

Decision News સાથે વાત કરતાં હિતેશભાઈ જણાવે છે કે  છેલ્લા 2-3 દિવસ થી દીપડો દેખાય રહ્યો છે કેટલાક દિવસ અગાઉ જ મોટીવાલઝર ગામની એક મહિલા ગાય માટે ચારો કાપવા માટે ગઈ હતી, એવા સમયે એમનાથી માત્ર 9-10 ફૂટની અંતરેજ દીપડો દેખાતા મહિલા પોતાનો જીવ બચાવતી ત્યાંથી ભાગી હતી. એક બીજી ઘટનામાં સિંગાડ ગામના સ્થાનિકો પણ ખેતી કામ કરી રહ્યા હતા એવા સમયે ચોક્કસએ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો તે પણ જીવ બચાવીને ભાગ્યા હતા.

દીપડો જે વિસ્તારમાં દેખાય છે એ જ વિસ્તારમાં કેટલાક ખેડૂતો પોતાના પાલતું પશુઓ સાથે રહે છે ત્યારે તેમના માટે ખતરાનો માહોલ ઉભો થયો છે. નસીબ જોગે હજુ સુધી કોઈ જાનહાની થઇ નથી પાના આવનારા સમયમાં ‘ન કરે નારાયણ’ ને કોઈ અણધારી ઘટના બને તો.. આ સંભવિત કારણને લઈને ગામના લોકોની માંગ છે કે જંગલખાતા દ્વારા આ ગ્રામ્ય સમસ્યાની નિવારણ લાવવામાં આવે.