નવસારી: ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોની જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા તથા અન્ય પડતર માંગ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ ગુજરાત, ભારતીય મજદુર સંઘ, ગુજરાત તથા અન્ય સંગઠનથી બનેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આ ત્રીજા તબક્કાના આંદોલનમાં સમગ્ર રાજ્યમાં એક જ દિવસે જિલ્લા કક્ષાએ મથક પર કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શિક્ષકોની પેન્શન સહિતના જે પડતર મુદ્દાઓ છે તેને લઈને ભૂતકાળમાં પણ આંદોલન કરવામાં આવ્યા હતા. અને રેલી સ્વરૂપે કલેકટરને આવેદન આપી પડતર પ્રશ્નો ઉકેલવા માટે માંગ કરી હતી. પરંતુ રાજ્ય સરકાર આ મામલે કોઈ સકારાત્મક ઉકેલ લાવી શકી નથી જેને પગલે પરિવાર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં તલાટી સહિતના સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન લાગુ કરવા માટે રાજ્ય સરકાર પર દબાણ લાવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર ઉકેલ કે જવાબ આપી શકી નથી ત્યારે પરિવાર શિક્ષકોએ પણ જૂની પેન્શનને લઈને રેલી સ્વરૂપે આંદોલન કરવાની ચમકી ઉચ્ચારી આજે જિલ્લા કલેકટરને પ્રશ્નો ઉકેલવા રાહ નાખી છે.

