વલસાડ: ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આયોજિત વલસાડ જિલ્લા મા. અને ઉ. મા શાળાના વહીવટી કર્મચારી સંઘ દ્વારા જૂની પેન્શન યોજનાને ફરીથી અમલવારી કરવાને લઈને આજે મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી.
જુઓ વિડીયો..
આજની આ જૂની જૂની પેન્શન યોજનાને ફરીથી અમલવારી કરાવવા કઢાયેલી રેલીમાં મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાયા હતા આ રેલી 12: 45 કલાકે કાઢવામાં આવી હતી આ રેલીમાં ઘડપણની લાકડી જૂની પેન્શન યોજના, વય નિવૃત્તિ 58 વર્ષની 60 વર્ષ કરો, NPS હટાવો, OPS લાવો જેવા લખાણ લખેલા બેનરો સાથે શિક્ષકો એકત્ર થયા હતા.

