નવસારી: આજરોજ નવસારી ખાતેમાં આજરોજ Superintending Engineer Navsari circle શ્રી અભય દેસાઈને આવેદનપત્ર આપી હડતાલ બેસેલ જેટકોના આઉંટ સોર્સીંગના કર્મચારીની માંગણીઓની રજુવાત કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ 2022 થી 66kv વાપી ડીવીસનમાં આવતા સબ સ્ટેશનના આઉંટસોર્સીંગના કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ છે જે બાબતે સહકાર આપવા માટે અને પોતાના હક અને અધિકારની માંગણી માટે નવસારી ડીવીઝનમાં આવતા 66 kv આઉંટ સોર્સીંગના કર્મચારીઓ દ્વારા આજરોજ Superintending Engineer Navsari circle શ્રી અભય દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલનું કહેવું છે કે હડતાલ બેસેલ જેટકોના આઉંટ સોર્સીંગના કર્મચારીની માંગણીઓ બાબતે ચર્ચા ન કરવામાં આવે નહિ તો ટૂંક સમયમાં નવસારી ડીવીઝન પણ હડતાલમાં જોડાઈ જશે એવું જણાવવામાં આવ્યું છે જો કે  S E શ્રી અભય દેસાઈએ જરૂરી માર્ગદર્શન આપી આશ્વાસન આપી હકારાત્મક જવાબ આપ્યો છે.