વાંસદા: પ્રવાસન સ્થળોથી સ્થાનિક સ્તરે રોજગારી વધે એ બરાબર છે પણ એના કારણે પ્રદુષણ અને જે અસમાજિક પ્રવૃતિઓમાં વધારો થાય એ પણ ખોટું નથી વાંસદાના વાંગણ ગામમાં આવેલ આંકડા ધોધ પર પણ આવા જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision News દ્વારા જ્યારે વાંસદાના વાંગણ ગામના આવેલ આંકડા ધોધની મુલાકાત એવામાં આવી ત્યારે અહી હજારો લોકો આ પ્રાકૃતિક રમણીય ધોધની મજા માણતાં જોવા મળ્યા હતા જેના કારણે ગામના સ્થાનિક લોકોને રોજગારી મળી છે અને હજુ પણ વધારે પ્રમાણમાં મળવાની તકો છે પણ દુઃખની વાત એ છે કે આ રમણીય ધોધ પર આવતાં મુસાફરો દ્વારા ઠેર ઠેર પ્લાસ્ટિક કચરો કરવામાં આવી રહ્યો છે અને અધૂરા પૂરું Decision Newsના કેમેરામાં આહી પ્રવાસીઓ દ્વારા પીવાતી દારૂની ખાલી બોટલો પણ કેદ થઈ ગઈ હતી.

એનો મતલબ કે આ આંકડા ધોધ પર ખુલ્લેઆમ દારુ પીવાતો હશે આ બાબતથી શું વાંસદા પોલીસ અજાણ હશે ખરી ? જો આ પ્રકારે જ આવનારા દિવસોમાં સ્થિતિઓ રહી તો આ પ્રાકૃતિક ધોધ પર પ્લાસ્ટિકના કચરાનું પ્રદુષણ વધશે અને દારુ મહેફિલ માનવાનો અડ્ડો બની જશે એવું લાગી રહ્યું છે. ગામના લોકોનું કહેવું છે આ બાબતે પંચાયત અને પોલીસે ધ્યાન આપવું જોઈએ.