બીલીમોરા: વ્યાજખોરોના માનસિક ત્રાસ અને મારઝૂડના લીધે હજુ એક મહિલાએ આત્મહત્યા કર્યાનો કિસ્સો ગણદેવીના બીલીમોરા સિંગલ ફળિયામાં અંબામાતા મંદિર સામે રહેતા ચંપાબેન બબનભાઈ નાયકાનો બહાર આવતાં સમગ્ર પથકમાં અરેરાટી મચી ગઈ છે.

મૃતકના પતિ ફરિયાદ અનુસાર બીલીમોરાના દત પેટ્રોલ પંપ પાસે મારી પત્નિ ચા ની લારી ચલાવે છે ત્યારે 30 ઓગસ્ટ 2022 ના રોજ સવારે 9:30 ના અરસામાં મારી પત્નિ ઘરે હતા ત્યારે આ કામના આરોપી આવીને મારી પત્નિને ગમે તેમ અપશબ્દો બોલવા લાગેલા અને અપમાનિત કરતા હતા અને 10,000 રૂપિયા વ્યાજે આપેલા છે તે અમોને આજને આજ આપી દેજો અથવા જાનથી મારી નાખીશું તેમજ સમાજમાં જીવવા દઈશું નહિ. અને મારી પત્નિને બે લપાટ મારેલી અને મુઢ માર મારેલો અને કહેલ કે અત્યારે જ અમારા વ્યાજના પૈસા આપ નહિ તો મારી નાખીશું. તેથી મારી પત્નિને આઘાત લાગેલો અને અપમાન સહન ના થતા તેમજ વ્યાજ ખોરાનો ત્રાસ સહન ના થવાથી આજ રોજ ૧૧ વાગે ઘરે પંખા પર સાડી બાંધી ગળે ફાંલો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આમ મારા મૃતક પત્નીને ન્યાયની અપેક્ષાએ અને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હું ફરિયાદ કરું છું. આ ફરિયાદ કર્યાના આજે બે દિવસ વીતી ચુક્યા હોવા છતાં આરોપી વિરુદ્ધ કોઈપણ પ્રકારના પોલીસ પ્રસાશન દ્વારા પગલાં લેવામાં આવ્યા નથીની માહિતી Decision Newsને મળી છે ત્યારે આમ સરેઆમ કાયદો હાથમાં લેતા આવા વ્યાજખોરો સામે પોલીસ પગલાં ભરતાં કેમ અચકાઈ છે એ એક સવાલ છે. આવનારા સમયમાં આ કેસમાં પોલીસ શું પગલાં લેશે એ જોવું રહ્યું.