પારડી: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચીવલ મરીમાતા મંદિર સામે 1 સપ્ટેમ્બરે કિસાન રેલીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કનૈયાકુમાર, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, રાજસ્થાન સરકારના મંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
Decision Newsને મળેલી વિગતો મુજબ 1953 માં પારડી ખેડ સત્યાગ્રહની શરૂઆત થઇ હતી. ભૂમિ વિહોણા ગણોતિયા ખેડૂતોને જમીન મળે એ હેતુથી આંદોલન થયું હતુ. એ દિવસ 1 સપ્ટેમ્બરે કિસાન રેલી આયોજન કરવામાં આવે છે.
આ ખેત સત્યાગ્રહને રેલીને વસંત પટેલ, જનરલ સેક્રેટરી વલસાડ જિલ્લા કોંગ્રેસ, મેહુલ વશી, જે. કે. પટેલ, કાંતી પટેલ, રવિ પટેલ, કોંગ્રેસના કાર્યકરો આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

