ધરમપુર: આજરોજ રોટરી ક્લબ સુરત તાપી દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુરના વિવિધ પ્રવાસ સ્થળો પર કચરાપેટી મૂકવામાં આવી રોટરી ક્લબ સુરત તાપી દ્વારા પર્યાવરણની જાળવણી અને તેના રક્ષણ માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ ટરી ક્લબ સુરત તાપી દ્વારા ધરમપુરના પ્રવાસ સ્થળો જંગલનું જતન જંગલમાં આવેલા કુદરતી સ્થળોનું રક્ષણ આ કુદરતી સ્થળ ઉપર લોકો કચરો ગમે એમ ના નાખી કચરાપેટીનો ઉપયોગ કરે ખાસ કરીને પ્લાસ્ટિક જેવા કચરા માટે અને એકચરાનો યોગ્ય નિકાલ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ધરમપુરમાં આશરે 20 જેટલા કુદરતી જોવાલાયક સ્થળો આવેલા છે રજાના દિવસોમાં 30 થી 40 હજાર લોકોની મુલાકાત લેતા હોય છે
આ તમામ પ્રવાસીઓને તુષારભાઈ શાહ દ્વારા રોટરી ક્લબ સુરત તાપીના મધ્યમથી અપીલ કરવામાં આવી છે કે કુદરતી સંપતિનું જતન એ આપણી સ્વ ની જવાબદારી છે આ ક્લબને ધરમપુરમાં સહયોગ ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે

