વાંસદા: મી. ગુજરાત બોડી બિલ્ડીંગ-2022ની ચેમ્પિયનશીપમાં વાંસદાના અમીત કુમાર ગૌસ્વામી ફર્સ્ટ ક્રમાંક સાથે ચેમ્પિયન થતા જ નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને સૌ તેમને આ સિદ્ધિ મેળવ્યા બદલ શુભકામના પાઠવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આણંદ ટાઉન હોલમાં યોજાયેલ ડબલ્યુ.એફ.એફ.ની ચેમ્પિયનશીપમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 300 બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. તેમાં વાંસદા પંચામૃત હોટલ ચલાવતા અમીત કુમાર ગૌસ્વામી પણ હતા તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ વખતે તેમની મહેનત રંગ લાવી અને ગુજરાત-2022 બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં 300 બોડી બિલ્ડરોને પાછળ રાખી પ્રથમ સ્થાન મેળવ્યું હતું
વાંસદા પંથકમાં અમીતકુમાર ગૌસ્વામી ચેમ્પિયન બન્યાની ખબર મળતાં જ નગરજનોએ શુભકામના પાઠવી હતી અને આવનારા દિવસોમાં વધુ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં નામના મેળવે એવી આશા વ્યક્ત કરી હતી.

