ગાંધીનગર: ગુજરાતમાં વર્તમાન સમયમાં ચૂંટણીનો માહોલ ગરમ છે ત્યારે અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનના રસ્તે ઉતરી આવ્યા છે તેવામાં શિક્ષકોએ ગાંધીનગરમાં પોતાની માંગણીઓને લઈને બેઠક યોજી હતી.

શિક્ષકોનું કહેવું છે કે તેમને BLO ની કામગીરી દરમિયાન અવારનવાર માનસિક ટ્રોચર કરવામાં આવી રહ્યું છે. તેવો ઉત્તમ કામગીરી કરવા છતાં એમને નોટીશ મળતી રહે છે. ગાંધીનગરમાં શિક્ષકોએ એકઠા થઈને પોતાને BLO કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને નિવારવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. 

હાલમાં ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ તલાટીઓ, મનરેગા કર્મચારીઓ, અને હવે શિક્ષકો પણ પોતાની માંગણીઓ અને સમસ્યાના નિવારણ માટે આંદોલનના રસ્તે આવી ગયા છે ત્યારે હવે જોવું રહ્યું છે કે સરકાર આ બાબતે કેવા પગલાં લેઈ છે.