કપરાડા: ગતરોજ માં ની મમતાથી અજાણ કપરાડાના દહીંખેડ PHC પર એમ્બ્યુલન્સ ડ્રાયવર તરીકે નોકરી કરતાં સતિષ નામના પુત્રેએ માતા ડાકણ માની દારૂના નશામાં લાકડાના ફટકા દ્વારા ઢોર માર મારી માથામાં ગંભીર ઈજા કરી હતી જેના લીધે મૃત્યુ થયાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના આંબા જંગલના મુરુંમટી ફળીયામાં સતિષ નામના દીકરાએ પોતાની જનેતા માતા ઉપર ડાકણનો વહેંમ રાખી હત્યા કરી દવાનો ઘટના બહાર આવી છે. 31 વર્ષીય દિકરા સતિષએ દહીંખેડમાં PHCમાં ડ્રાયવરની નોકરી છે. તેણે દારૂ પી ને ઘરે જઈ ડાકણનો વહેમ રાખીને 72 વર્ષીય શાળીબેન સીતારામ ચવધરી સગી માતા ઉપર લાકડાના ફટકા માર્યા હતા.

માતાને આ હુમલામાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા માતાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.