ધરમપુર: ગુજરાતની શાન સમાન વલસાડ જિલ્લાનાં મુગટ સમાન ધરમપુર તાલુકાના વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પેણધા ગામના 2 પૂર પીડિત પરિવારોને કે જેમના ઘરો વરસાદમાં તૂટી પડ્યા હતાં અને હજુ ઘર બનાવવા માટે નબળી આર્થિક પરિસ્થિતિને લીધે સંઘર્ષ કરી રહ્યા હતા.
સમાજ ઉત્થાન માટે હંમેશા કાર્યરત એવા ખેરગામમાં ડો નીરવભાઈ જણાવે છે કે એવું એક પરિવાર કે જેમાં વયોવૃદ્વ દાદા કે જેને બોલવામાં,ચાલવામાં અને સાંભળવામા તકલીફ છે અને દાદી પણ માંડ પોતાનું કામ કરી શકે છે અને આ જાણકારી ધરમપુર તાલુકાના સામાજિક આગેવાન અને પત્રકાર અને બાળપણનાં સોસાયટી મિત્ર સુરેશભાઈ પટેલે અમને આપતાં એમણે એમના મિત્રો સાથે મળીને થાંબલી અને પતરા મુકાવી આપ્યા અને અમે અનાજ કરિયાણું આપ્યું.
લીલીછમ વનરાજીમા ગરીબ હોવા છતાં લાગણીશીલ આગતા સ્વાગતા મન મોહી લે એવી હતી. અંતે અમારા વોર્ડબોય મયુરને ત્યાં ભજીયા-પાતરાં, ઉકાળો અને પહાડી ભાતની મજા લઈને બાળકો અને ટીમનાં મીંતેશભાઈ, દલપતભાઈ, ભાવેશ, ભાવિન, મયુર અને કપરાડાથી સ્પેશ્યલ આવેલા છાત્રનેતા દિવ્યેશ અને એના ભાઈ સાથે પરત ફર્યા.

