દક્ષિણ ગુજરાત: સમસ્ત આદિવાસી સમાજના નેતૃત્વ હેઠળ સાચા આદિવાસી બચાવ સમિતિના નેજા હેઠળ પાછલા વર્ષોમાં ઘણા આંદોલનો આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલ જે સંદર્ભે ગુજરાત સરકારે વિશ્લેષણ સમિતિની રચના કરી RBCના જાતિના દાખલાઓની તપાસ આરંભી હતી જેમાં ઘણાં બધા ખોટો દાખલાઓ છે એ પુરવાર થયું હતું જેના કારણે ગુજરાતની ઘણી ભરતીઓમાં તેમજ શૈક્ષણિક સંસ્થામાંથી ખોટા આદિવાસીઓને દુર કરવામાં આવ્યા હતા.

આજે આજ સંદર્ભે LRD માંથી પણ ઘણાને દુર કરવાના આદેશ અપાયા છે ત્યારે ચારણ ભરવાડ અને રબારી સમાજના કલાકારો એમના સપોર્ટમાં ઉતરીને એમના સમાજના વડીલો અને યુવાનોને આહ્વાહન કરેલ કે આંદોલન સપોર્ટ કરી એના સહભાગી બની ગુજરાત સરકારને ઝૂકવું જ પડશે એવું આહ્વાહન ગીતા રબારી, કીર્તીદાન ગઢવી, અસ્મિતા રબારી, મંજુ રબારી, મીતા રબારી, ગમન સાવથાલ વગેરેઓએ કરેલ જેનાથી સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. અને આ બધા કલાકારોને આદિવાસી જિલ્લાઓમાં એમના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. સાથે જ આદિવાસી સમાજના 27 જેટલા ધારાસભ્યઓએ આ વિષે કોઈપણ વાત ન કરતાં ‘શરમ આવવી જોઈએ’ એવી લોકચર્ચા થઈ રહી છે.

આ મુદ્દે આદિવાસી સમાજના આગેવાન એવા ચિરાગ પટેલ જણાવે છે કે ખોટા દાખલાઓને તો રદ કરવામાં આવે જ, પણ યોગ્ય તપાસ કર્યા વગર જાતીના દાખલા કાઢી આપનાર અધિકારીઓને તત્કાલ ફરજ મોકૂફ કરવામાં આવે અને ભારતીય દંડસંહિતાના પ્રાવધાનોના અંતર્ગત એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તથા આમ જો ના કરવામાં આવે તો હાઈકોર્ટમાં જઈને ન્યાયની માંગણી આદિવાસી સમાજ કરશે અને આદિવાસીઓના હક અને અધિકાર છીનવનાર  એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહિ.