ડાંગ: દક્ષિણ ગુજરાતમાં છેવાડે આવેલા વનરાજી થી ઘેરાયેલા અને 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાની ભાતીગળ સંસ્કૃતિ સૌને નવાઈ પમાડે એવી છે ત્યારે ગાત્રો ડાંગના ગ્રામિણ વિસ્તારોમાં બૈલપોળા તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આવો જોઈએ શું છે આ બૈલપોળા તહેવાર..

Decision Newsને મળેલી માહિતી મુજબ બૈલપોળા તહેવારના દિવસે ગ્રામ્યજનો કોઇપણ પ્રકારનું કામ કરતાં નથી  ખેડૂતો સવાર થી સાંજ સુધી બળદોને આરામ આપી ભરપૂર આહાર કરાવે છે. આ ઉપરાંત બળદોને નદીએ લઈ જઈ  નવડાવે છે. તેને શણગાર કરે છે.

ખેડૂતનું કહેવું છે કે બૈલપોળા એ બળદને ધન્યવાદ કહેવા અને વર્ષ દરમિયાન બળદને મારવામાં આવેલ લાકડીઓ ચાબુક અને બોલાયેલા અપશબ્દોથી માફી માંગવાનો તહેવાર છે. કેમ કે બળદ એ શિવના વાહન નંદીનો અવતાર છે  આ તહેવારના દિવસે બળદને નવડાવીને તેલથી માલિશ કરાઈ છે. આ દિવસે બળદને શાલ, ઘંટડી અને ફૂલોથી શણગારીને તૈયાર કરવામાં આવે છે તેના શિંગડા રંગીન બનાવી તેના માટે નવી લગામ અને દોરડાની વ્યવસ્થા થાય છે.

કંકુ, પાણી અને મીઠાઈઓ સાથેની પૂજાની થાળીઓ તૈયાર કરી ખેડૂત પરિવારના સભ્યો દ્વારા બળદોને આરતી કરી પૂજવામાં આવે છે, પૂજા અને આરતી માટે ઘી સાથે માટીના દીવા હોય છે. આ દિવસે પુરણપોળી અને ખીર બનાવી બળદ ધરાવી તેની પૂજા કરી થયેલી ભૂલની માફી માગી પૂજા સંપન્ન કરાઈ છે.