કપરાડા: કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે ગતરોજ આમ્રવન ગાર્ડન પાસે વલસાડ SOG દ્વારા બાતમીના આધારે 3 ઇસમોને 5.47 લાખની રૂ.500ની બોગસ 1091 નોટો સાથે ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રેન્જ IG ડો. S.P પાડિંયન, SP ડો.રાજદિપસિંહ ઝાલા અને પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમા દ્વારા બોગસ નોટોની હેરફેર કરતાં અસામાજિક તત્વો સામે SOGની ટીમ તૈયાર કરવામાં આવી છે. SOG ઇન્જ.PI C.B ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI L.G રાઠોડ અને વાપી સ્ક્વોડના સ્ટાફ બીપીન જેરામ સાથે પેટ્રોલિંગ વખતે મળેલી બાતમીના આધારે નાનાપોંઢા ધરમપુર વાપી રોડ પર વોચ ગોઠવવામાં આવી જેમાં 3 ઇસમ પાસે રૂ.500ની 1094 ચલણી બોગસ નોટો મળી આવી હતી.
આ બોગસ ચલણ કૌભાંડના તપાસમાં આ ચલણી નોટ કલર ઝેરોક્ષ પ્રિન્ટની હોવાનું SOG ટીમ જણાવે છે. હાલમાં ત્રણેય ઇસમોને ધરપકડ કરી તેમની પાસે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે આવનારા સમયમાં વધુ સત્ય બહાર આવશે.

