ચીખલી: ગતરોજ ચીખલી તાલુકા પંચાયત સભ્યએ ફરિયાદ નિવારણમાં ગામના પ્રશ્નોની રજુવાત કર્યાની સામે ફડવેલ ગામના સરપંચ દ્વારા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં તાલુકા સભ્ય વિરૂદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યાની ઘટનાએ વાતાવરણ ગરમ થયાની જાણકારી મળી રહી છે.
ગતરોજ ચીખલી તાલુકામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થયું હતું તેમાં ફડવેલ ગામના તાલુકા સભ્ય મહેશભાઈએ ગામનું ગ્રામ પંચાયત ઘર જર્જરિત હાલતમાં હોવાનું અને કામની મંજૂરી મળી ગયા છતાં હજુ સુધી કામ કેમ શરૂ કરવામાં ન આવ્યું ? અને 14મા નાણાંપંચની ગ્રાન્ટમાં રસ્તા અને પેવર બ્લોકના કામો જે te સ્થળે મંજૂર થયા છે તેનું કામ કેમ ન થયાની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા
જેણે લઈને ફડવેલના સરપંચ ઉષાબેનના પતિ હરીશભાઈએ પોતાના સમર્થકો અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ પટેલની આગેવાનીમાં તાલુકા સભ્ય મહેશભાઈ વારંવાર ખોટી ફરિયાદો કરી મનરેગા, સરકારી ગામતળની જમીનમાં ઘરનંબર પાઠવવા બાબતે લોકોને હેરાન કરે એવું જણાવી મામલતદાર ડી.એમ.મહાકાળને આવેદનપત્ર આપ્યું હતું આમ બંને બાબતો લઈને હાલમાં ગામમાં વાતાવરણ તંગ બન્યું છે.