વાંસદા: વાંસદા અને તેની આસપાસના વિસ્તારોમાં નદીમાંથી લાશો અમલાવાનો સિલસિલો હજુ અટક્યો નથી ત્યારે હાલમાં જ જૂજ ગામની મહિલાની લાશ નવાનગર ગામની નદીમાંથી મળી આવ્યાની ઘટના બહાર આવતાં જ લોક્ચાર્ચાનું ચકડોળ ફરવા લાગ્યું છે.

જૂજ ગામના લોકો જણાવે છે કે આ મહિલાનું નામ સીતાબેન જીજ્ઞેશભાઈ છે તે જુજના ડુંગરી ફળિયામાં રહેતી હતી  બે દિવસ પહેલા સવારે 8 વાગ્યાની આસપાસ ગામમાં જ વહેતી નદી કાવેરી પાસે ઘરેથી દાતણ પાણી કરવા નીકળી હતી  પણ બાદમાં te ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી પણ કોઈ ભાળ ન મળતાં તેના પતિએ વાંસદા પોલીસને જાણ કરી હતી. હાલમાં જ સીતાબેનની લાશ નવાનગર ગામની નદીના પુલ પાસે પાણીમાં મળી આવી હતી વાંસદા પોલીસે PMની પ્રક્રિયા પુરી કરી મૃતદેહ પરિવારને સોપ્યો છે.

હાલમાં વાંસદા પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને આ ઘટના મુદ્દે આગળની તપાસ હાથ ધરી હોવાનું પરિવારજનો જણાવે છે પરિવારમાં શોકનું વાતાવરણ છે ગામમાં આ ઘટના આત્મહત્યા કે હત્યા થઇ હોવાના સત્યને જાણવા લોકો અનુમાનો લાગવી રહ્યા છે.