ધરમપુર: ગતરોજ પી.આઈ કિરણ પાડવીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી યુવા ઉપનિષદ એકેડેમીમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આવનારા સમયમાં પોતાના સંઘર્ષ અને સફળતા વિષે માર્ગદર્શન આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ યુવા ઉપનિષદ એકેડેમીમાં કિરણ પાડવીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓ ને માર્ગદર્શન આપ્યુ હતું તથા એમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તથા એમને કાયદાકીય માહિતી આપી હતી.આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના સંચાલક ગાયત્રીબેન માહલા અને વિમલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ અને પૂર્ણાહુતિ જયેશ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પી.આઇ કિરણ પાડવી જયેશ પટેલ, સતીશ બારીયા, વિપુલ દેશમુખ, જીગ્નેશ પટેલ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓ હાજર રહ્યા હતા.