વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના શિક્ષણ સહાયકોના ફિક્સ પગાર વધારા અંગે આદિજાતી વિકાસ વિભાગના સચિવ અને માનનીય આદિજાતી મંત્રી શ્રી નરેશભાઈ પટેલને પત્ર લખ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આશ્રમ શાળાના શિક્ષણ સહાયકોને ફિક્સ પગાર ૨૬૦૦૦ માથી ૩૮૦૯૦ કરી આપવા અંગે પત્ર અંગે જાણ કરવામાં આવી છે જેમાં આશ્રમશાળાના શિક્ષણ સહાયકોને હાલ ૨૬૦૦૦ ફિક્સ પગાર ચૂવવામાં આવે સે જેવો ૨૪ કલાક સ્થળ પર રહી ફરજ બજાવે છે તેઓને ભરતી પ્રક્રિયા ધારા-ધોરણ નિયમ મુજમ થતી હોય, ટેટ 1-2 પાસ હોય,બધાજ નિયમો શરખા હોય તેમ છતાં ઓછું વળતર મળે છે જે મુદ્દે પત્રમાં વાત થઇ છે
હાલમાં ગુજરાતમાં બધા શિક્ષણ સહાયકોને હાલ ૩૮૦૯૦ ફિક્સ પગાર ચૂકવામાં આવે છે અને આશ્રમશાળાના શિક્ષણ સહાયકોને ૨૬૦૦૦ જે અંગે અનંતભાઇ પટેલ દ્વારા પત્ર લખી જાણ કરી છે. હવે આ અંગે જોવું રહ્યું કે આદિજાતી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ શું નિર્ણય લે છે.

