ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા ખાતે વેરાઈ માતાજી મંદિરે તારીખ ૦૪,ઓગસ્ટનાં રોજ ભાજપ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા પત્રકારોનું અપમાન જનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપ બાજી કરતા પત્રકાર આલમમાં અઘાત સહિત રોષની લાગણી ફેલાઇ હતી. પત્રકાર એકતા પરિષદ ડેડીયાપાડા સાગબારા દ્વારા ભાજપ અને સાંસદ મનસુખ વસાવાનો તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જુઓ વિડીઓ
ડેડીયાપાડા વેરાઇ માતાના મંદિર ખાતે ૦૪ ,ઓગષ્ટ ,૨૦૨૨ નાં રોજ ભાજપ પ્રેરિત જાહેર સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરસભામાં બેફામ વાળી વિલાસ કર્યો હતો. અને પત્રકારો ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા. અને જણાવેલ કે પૈસા લઇને પત્રકારો સમાચાર છાપે છે. એવાને ઓળખી લેજો આવા ખોટા ગંભીર આક્ષેપો સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા. શું પત્રકારો આદિવાસી પ્રજાના પ્રશ્નો સમસ્યાઓ હલ કરે છે એ દેખાતું નથી? અને પત્રકારો જે લોકોની વાચા બને છે તેને દબાવવા સાંસદ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જેને ડેડીયાપાડા અને સાગબારા પત્રકાર એકતા પરિષદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને વિરોધ કરે છે. અને ડેડીયાપાડા અને સાગબારા તમામ પત્રકારો દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ભાજપના તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અને ગુજરાત સરકાર તમામ પ્રેસનોટ નો પણ બહિષ્કાર કરવામાં આવશે.
આ બાબતે આવેદનપત્ર આપને આપી અવગત કરીએ છીએ. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવા માફી ન માંગે ત્યાં સુધી ભાજપ અને મનસુખ વસાવાના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર ચાલુ રહેશે.

            
		








