ગરૂડેશ્વર: રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, જેમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. અક્તેશ્વર ચોકડી થી નીકળેલી રેલીમાં સ્થાનિક નેતાઓ સહિત લોકો ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, હાથમાં તીર કામઠા, ધારિયા સાથે મન મૂકીને નાચ્યા હતા.

જુઓ વિડીયો..

આપને જણાવી દઇએ કે, UN (united nations) દ્વારા આદિવાસીની અસ્મિતા, આત્મસન્માન, સંસ્કૃતિ આદિવાસીની પરંપરા, આદિવાસીની ઓળખ, આદિવાસીઓની જીવન પ્રદ્ધતીઓ, જીવનમૂલ્યો, જીવન- દર્શન, હુન્નર- કૌશલ્ય, બોલી – ભાષા, ગીત- સંગીત સાથે કલા સંસ્કૃતિ, વાધ્યો, આદિવાસીનાં નૃત્યો એ બધું જૂની કહાનીઓ અથવા મ્યુઝિયમમા ન રહી જાય અને આદીવાસી સમાજનો વૈવિધ્યપૂર્ણ વારસો આજે પણ જીવંત રહે એ ઉદ્દેશ સાથે UN (united nations) દ્વારા 9 ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો, જે અંગેની આદીવાસી સમાજમાં જાગૃતિ આવતાં હવે દર વર્ષે 9 ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવણી કરે છે અને પોતાનો સાંસ્કૃતિક વારસો આજે પણ જાળવી રાખ્યો છે અને લોકોને જાગૃત કરવામાં આવે એ આશય થી આજ રોજ ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વા ચોકડી થી કેવડીયા હાઇસ્કૂલ ગ્રાઉન્ડ સુધી રેલી કાઢી હતી તેમાં આદિવાસી ગીતો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, આ રેલીમાં પરંપરાગત વાજિંત્રો, આદિવાસી પહેરવેશ, તીરકામઠાં, ધારિયા, કુહાડી જે આદિવાસી સમાજની ઓળખ છે. તે પરંપરા જાળવી રાખી હતી.

મહત્વનું છે કે આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં, પક્ષ પાર્ટી થી વધુ સમાજ મહત્વનો છે તે ગરૂડેશ્વર તાલુકાના દરેક પક્ષના નેતાઓ, આગેવાનો એક મંચ પર આવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.