ગણદેવી: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા લેવલની ઉજવણી BTTS ની આગેવાનીમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં યોજાશે જેના આયોજનના ભાગરૂપે આજરોજ અલગ અલગ વિસ્તારોના આગેવાનો સાથે મિટિંગ યોજી કાર્યક્રમને ફાઇનલ ઓપ આપવામાં આવ્યો..
Decision Newsને મળેલી માહિતી મુજબ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી ગૌરવ સાંસ્કૃતિક રેલી આદિવાસી સંસ્કૃતિ સાથે, આદિવાસી વાંઝિંત્રો ઘેરયા, તુર સાથે,આદિવાસી પહેરવેશ સાથે ઉત્સાહ ઉમંગ સાથે વલોટી ભરમદેવ મંદિર પાસેથી નીકળી મામલતદાર કચેરી સુધી પહોંચી મામલદાર શ્રી આવેદનપત્ર આપવામાં આવશે.
BTTSના ગુજરાતના પ્રમુખ પંકજભાઈનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે આદિવાસી વિસ્તારોમાં આદિવાસીના હક અને અધિકારો હોવા જોઈએ આ 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આ સંદેશો લોકો સુધી પોહ્ચાડવાનો પ્રયાસ કરીશું કે આપણો દેશ અને આપણું રાજ અને બિરસાની વિચારધારા આદિવાસી જન જન સુધી પોહ્ચાડીશું

