કપરાડા: ગતરોજ જિલ્લા કક્ષાની લાયબ્રેરીનું મકાન કપરાડાની પ્રાથમિક શાળામાં બાંધકામ કરવામાં આવે તો સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને અગવડતા પડે એ માટે વાલી મંડળ દ્વારા આવેદનપત્ર કપરાડા મામલતદારને આપવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા ખાતે પ્રાથમિક શાળાના કેમ્પસમાં તારીખ 18/6/2022ના રોજ લાયબ્રેરી ના મકાનનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. કપરાડા પ્રાથમિક શાળાની વ્યવસ્થાપન સમિતિ દ્વારા અન્ય જગ્યાએ ઉપલબ્ધ હોય જે ગ્રામપંચાયત દ્વારા જણાવ્યું હતું ગ્રામપંચાયત દ્વારા જગ્યા ફાળવણી કરી આપવા આવેલ જગ્યાએ મકાનનનું બાંધકામ કરવા માટે તારીખ 24/6/2022 ના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાયબ્રેરીનું મકાન અન્ય જગ્યાએ ખસેડવા માટે વાલી મંડળ પાસે સવા કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. વાલી મંડળ સવા કરોડ રૂપિયા આપી શકે તેમ નથી. વાલીઓ દ્વારા શાળા ખાલી કરવા નક્કી કરવામાં આવ્યું છે તો બાળકોને અભ્યાસમાં સીધી અસર થશે .

કપરાડાની પ્રાથમિક શાળામાં હાલમાં 650 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં 22 જેટલા ઓરડા છે. સ્કૂલની જગ્યા પોણા બે ઍકર હોય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને રમતગમતના મેદાન માટે ભારે અગવડતા પડે એ માટે લાયબ્રેરીનું મકાન અન્ય જગ્યાએ ખસેડવામાં આવે એ માટે વાલી મંડળ અને આગેવાનો દ્વારા કપરાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું.