પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: હાલમાં ગુજરાત ભરમાં તલાટી કમમંત્રીઓની હડતાલ ચાલી રાખી છે અને બધા જ કામો બંધ કરવાની જાહેરાત થઇ છે ત્યારે ધરમપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચેતનભાઈ પટેલ દ્વારા ગજબનો નિર્ણય લેવાયો છે જેને લઈને લોક ચર્ચાની વંટોળ ઉઠ્યું છે

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે ધરમપુરના તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચેતનભાઈ પટેલે આવેદનપત્ર આપ્યા બાદ હડતાળ અંગે માહિતી આપી હર ઘર તિરંગા કાર્યક્રમ તથા ડિઝાસ્ટરની કામગીરી કરવાની વાત કરી પણ અન્ય એટલે કે પ્રજાના કામની કામગીરી બંધ રાખવાની માહિતી આપી હતી.

આ તે કેવો નિર્ણય..! સરકાર દ્વારા જે હર ઘર તિરંગા કાર્યક્રમ તથા ડિઝાસ્ટરની કામગીરી સોંપાશે તે તલાટીઓ કરશે પણ જે પ્રજાના કામો છે જેમ કે બાળકોને શાળા માટે જરૂરી જાતિના દાખલા તથા અન્ય કામ માટે પેઢીનામું, જન્મ-મરણ દાખલા, મેરેજ સર્ટી., ખાતર મેળવવા બીપીએલ દાખલા, ઘરવેરા, આયુષ્યમાન ભારત તથા આવાસ યોજના માટે જરૂરી આવકના દાખલા સહિતની વિવિધ કામગીરી નહિ કરવામાં આવે.. પ્રજા આ બધા કામો લઈને અટવાશે તેનું શું.. ક્યાં તો બધી જ કામગીરી બંધ રાખી હડતાલ કરી શકાય.. પ્રજા એ શું બગાડ્યું છે કે પ્રજાની જ કામગીરી બંધ કરવી પાડી આ પ્રમુખ સાહેબ ને.. આદિવાસી સમાજના અંતરિયાળ વિસ્તારોના લોકો જે કામગીરી લઈને અટવાઈ રહ્યા છે એનું હાલત જુઓ અને પોતાના ન્યાય માટે બીજાને અન્યાય કરવાનો હક તો બંધારણ પણ નથી આપતું સાહેબ.. માટે નિર્ણય લો તો સર્વ માટે સમાન લો..એવી લોક અપીલ છે.