ધરમપુર: બાળકોના શિક્ષણ સાથે સાથે જો એમને વિવિધ સ્થળોએ પ્રવાસ કરાવવામાં આવે તો તેની તેના શિક્ષણ પર ખુબ જ હકારાત્મક અસર ઉભી થાય છે એમ શિક્ષણવિદોનું માનવું છે અને આ જ ઉદ્દેશને અનુસરીને ધરમપુરના હેમ આશ્રમ,જાગીરીના વિદ્યાર્થીઓ માટે નેરોગેજ ટ્રેનની મુસાફરીનો કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા યોજાયો.
Decision Newsને મળેલી માહિતી મુજબ જાયન્ટ્સ ગ્રૂપ વલસાડ જા.પ્રમુખ ડૉ. આશા ગોહિલ( પ્રોજેક્ટ ચેરપર્સન), દક્ષેશ ઓઝા, હાર્દિક પટેલ, દેવરામ બાપા, જયંતીભાઈ આયોજિત આ કાર્યક્રમ ફેડરેશન પ્રમુખશ્રી બાલા શેટ્ટીજીના શુભાશિષ, IFDPP શ્રી વિજયભાઈ પટેલ, ફેડ. ડાયરેક્ટર યુનિટ ૧ શ્રી સુમંતરાય, જાયન્ટ્સ ગ્રૂપ ઑફ, બીલીમોરાના પ્રમુખશ્રી રાજશ્રી ટંડેલ તથા ઉપસ્થિત સભ્યો, જાયન્ટ્સ ગ્રૂપ સુરતના સભ્યો, વાંસદાથી શ્રી ધીરેન સોલંકી, પ્રિ. વર્ષા પટેલ,અયુબભાઈ, લીનાબેન રોણવેલવાલા, હેમ આશ્રમ, જાગીરીથી શ્રી શીતલમેડમ , શ્રી બાબલભાઈ , તથા શિક્ષકોના સૌના સહિયારા પ્રયાસથી આ પ્રવાસ ખૂબ સરસ રહ્યો.
ડૉ.આશા ગોહિલ જણાવે છે કે 109 વર્ષની બીલીમોરા વઘઇ હેરીટેજ ટ્રેન ગુજરાતની શાન એવી આ નેરોગેજ ટ્રેનની રોમાંચ જગવતી મુસાફરીનો અદ્ભુત આનંદ જે બાળકો ક્યારેય ટ્રેનમાં ન બેઠાં હોય એ બાળકોએ માણ્યો. પ્રવાસનો આ બીજો તબક્કો પૂરો થયો. હજી બે તબક્કામાં આ પ્રવાસ થકી અન્ય વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે.











