દિવ્યભાસ્કર ફોટોગ્રાફ

વાપી: પિતા રીક્ષા ચલાવે અને જેની માતા ગૃહિણી છે એવા વાપીના ગરીબ કુટુંબમાંથી આવતાં યુવાને રાંચી અને નડિયાદમાં 10 કિ.મી. રેસ વોકમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં કોલમ્બિયા ખાતે આજથી 6 ઓગસ્ટ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે જેને લઈને સમગ્ર યાદવ પરિવારમાં અને વાપીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાપીના છીરી કંચનગરમાં રહેતા રોહિત વિનોદ યાદવને પહેલાથી દોડમાં ખુબ રસ હતો. 2017માં ભાવનગરની ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટર્સ સ્કૂલમાં એડમિશન માટે વડોદરા ટ્રેનિંગમાં તેની પહેલી પસંદગી થઇ તેમણે ધો.9 અને 10માં દેવગઢ બારિયાની સ્પોટર્સ સ્કૂલ સ્ટેટ એકડમી બે વર્ષ સુધી અભ્યાસ કરી ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી મધ્યપ્રદેશ, બેગ્લોર જેવા ઘણાં સ્થળોએ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

રોહિત યાદવ વિષે વાત કરીએ તો 2019માં નેશનલ જુનિયર ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જે અંડર 16ની સ્પર્ધામાં 5000 મીટર રેસ હતી. 2019માં રાજસ્થાનમાં 5000 મીટરમાં ગોલ્ડ કર્યો હતો. 2018માં અંડર 16માં 5000 મીટરમાં છત્તીગઢ રાયપુરમાં બ્રોન્ઝ મેડલ અને 2021માં લોકડાઉનના કારણે ભોપાલમાં સારો દેખાવ કરી શક્યો ન હતો. ત્યાર બેંગ્લોસર સ્પોટર્સ ઓફ ઇન્ડિયા બેગ્લોર ખાતે ટ્રેનિંગ લીધા બાદ 2022માં રાંચીમાં એપ્રિલમાં 10 કિ.મી. હરિફાઇ રેસ વોક ચેમ્પિશયન 2022માં બીજાક્રમે આવ્યાં હતાં. ત્યારબાદ 43.13 મિનિટની 10 કિ.મી.ની નડિયાદ ખાતેની સ્પર્ધામાં ગોલ્ડ કર્યો હતો. રાંચી અને નડિયાદમાં શ્રેષ્ઠ દેખાવના કારણે રોહિત યાદવની આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મ‌ળી છે. હાલમાં રોહિત યાદવે વાપી સહિત વલસાડ જિલ્લાનું રોહિત યાદવે ગૌરવ વધાર્યું છે.