સુબીર: આજરોજ સુબીર તાલુકામાં પીપલદહાડથી ભોંડવિહિર જતા માર્ગ પર બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સાથે પાસેની નદીમાં ધડાકા ભેર પડતા ગંભીર ઇજાઓ થઈ હતી જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ આહવા તાલુકાના ઘૂબીટા ગામનો વિક્રમ રામુ ભોયે Gj-39-C-9570 નંબરની સ્પેલેંડર લઈને પીપલદહાડથી ભોંડવિહીર માર્ગમાં તરફ જઈ રહ્યા ત્યારે આ ગંભીર અકસ્માત નડ્યો હતો અને રસ્તા પરથી નદીમાં ગાડી સાથે ખાબકી હતી અને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

રસ્તામાંથી અવરજવર કરતાં લોકોને ધ્યાને આવતા 108ને જાણ કરી હતી અને 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે યુવકને ખસેડાયો હતો.જ્યાં હાલમાં માહિતી મળી રહ્યાના અનુસાર સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું છે.