ઉચ્છલ: ગતરોજ ઉચ્છલ નાયબ મામલતદારની ફરજ બજાવતાં સત્યવાનભાઈનું ઉચ્છલથી પોતાના ઘરે વ્યારા જતા રસ્તામાં તેમની બાઈકને એક ટ્રેક્ટર ચાલકે દ્વારા ટક્કર મારવાના કારણે તેમને માથામાં ગંભીર ઇજા થઇ અને તેઓની સ્થળ પર જ મોત થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સત્યવાનભાઈ ભીમરાજભાઈ સાળવે જેઓ વ્યારાના મુસા રોડ પર આવેલ શાસ્ત્રી નગરમાં રહી ઉચ્છલ ખાતે મામલતદાર કચેરીમાં ફરજ પર હતાં. તેઓ તેમની GJ-05-EL-5186 નંબરની બાઈક લઇ સોનગઢના સોનારપાડા વિસ્તારમાં સોનગઢથી વ્યારા જતાં હાઇવે પર થઈ બાઈક લઈ જઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઇડે આવતા GJ-10-BJ -6041 નંબરના એક ટ્રેક્ટર ચાલકે બાઈકને સામેથી ટક્કર મારી હતી જેમાં સત્યવાન ભાઈ રોડ પર ફેંકાઈ ગયા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં જ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.

આ દુઃખદ ઘટના અંગે પરિવાર જનોને જાણ કરવામાં આવતાં તેઓ સોનગઢ ખાતે તાત્કાલિક આવી ગયા હતા પોલીસ દ્વારા હાલમાં લાશનો કબજો લઈને પીએમ માટે સોનગઢ સરકારી દવાખાનામાં ખસેડવાની કામગીરી કરી હતી અને ઘટના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.