નવસારી: ચીખલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનો ના કસ્ટોડિયન દેઠના મામલે હાઇકોર્ટ ગંભીર. જો સી સમરીમાં ગેરકાયદેસર અટક માનવામાં આવી હોય તો પોલીસે તેના પરિણામો ભોગવવા તૈયાર રેહવું પડે: હાઈકોર્ટની ટકોર.
નવસારીના જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં પોલીસે ગેરકાયદેસર રીતે અટકમાં લીધેલા બે આદિવાસી યુવાનોના કસ્ટોડિયન ડેથ ના મામલાની હાઈકોર્ટ અત્યંત ગંભીર નોંધ લીધી છે. આ કેસ ની સુનાવણીના અંતે જસ્ટિસ નીરલ મહેતાએ પોલીસ તરફથી દલીલ કરતા સરકારી વકીલ ને એવી સુચક અને સચોટ ટકોર કરી હતી કે, કોઈ વ્યક્તિએ પોલીસની કાસ્ટડીમાં જીવ ગુમાવ્યા છે. અને તમારા મુજબ એ ગેરકાયદેસર અટકમાં હતા, અને એનાયત વળી એ જે સમયગાળાના CCTV ફૂટેજ તમારી જોડે ઉપલબ્ધ નથી. આ બધું તમામ હકીકતો કહેવા માટે પૂરતું છે. તમે કોર્ટ ના રેકોર્ડ પર કોઈ પણ સોગંદનામુ મુકતા પહેલા 100 વાર વિચાર કરી લેજો એકવાર સોગંદનામુ કોર્ટમાં રેકર્ડ પર આવી જશે ત્યારબાદ બચાવ માટેની કોઈ તક રહેશે નહિ. આ કેસની વધુ સુનાવણી 4 ઓગસ્ટે રાખવામાં આવી છે.
આ મામલે હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ બુધવારે સરકારે એસ.પી નવસારી તરફથી સોગંદનામાની વિગતો કોર્ટ સમક્ષ જણાવી હતી. જોકે હાઈકોર્ટ સરકારને સીધો ને સટ સવાલ કર્યો હતો. કે, શું તેઓ ગેરકાયદેસર રીતે અટકમાં હતા કે નહિ ! જો સી સમરી માં ગેરકાયદેસર અટક માનવામાં આવી હોય તો તમારે તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે. જો કોઈ વ્યક્તિ તમારી કસ્ટડીમાં ગેરકાયદેસર રીતે અટકમાં રાખ્યા હોય તો બધી જ જવાબદારી તમારા (પોલીસ) ઉપર જ આવે . કોર્ટ બીજો વેધક સવાલ કર્યો હતો કે, તમે સી સમરી કયા આધારે ફાઈલ કરી છે, સરકારની દલીલ હતી. કે સ્વતંત્ર વ્યક્તિઓ ના નિવેદનોના આધારે કે જેઓ એ રાત્રે ત્યાં હતા, કોર્ટે એવી માર્મિક ટકોર કરી હતી કે, તમે ખાખીની મદદથી કોઈ પણ સ્વતંત્ર સાક્ષઓને બોલાવી શકો. કોર્ટે ફરી સવાલ કર્યો હતો કે, CCTV ફૂટેજ ક્યાં છે. સરકારે બચાવમાં કહ્યું હતું કે, ત્રણ દિવસથી CCTV na સર્વરમાં તકલીફ ચાલી રહી હતી. ત્યારબાદ હાઈકોર્ટ અત્યંત ગંભીર થતાં સરકારને કહ્યું હતું કે, કોઈ વ્યક્તિઓએ પોલીસની કસ્ટડીમાં જીવ ગુમાવ્યા છે. અને તમારા મુજબ એ ગેરકાયદેસર અટકમાં હતા, અને એમાંય વળી એ જ સમયગાળાના CCTV ફૂટેજ તમારી જોડે ઉપલબ્ધ નથી. આ બધું તમામ હકીકતો કહેવા માટે પૂરતું છે. તમે કોર્ટના રેકર્ડ પર કોઈ પણ સોગંદનામુ મુકતા પહેલા 100 વાર વિચાર કરી લેજો. એકવાર સોગંદનામુ કોર્ટના રેકોર્ડ પર આવી જશે ત્યારબાદ બચાવ માટેની કોઈ તક રહેશે નહિ.
આ સમગ્ર પ્રકરણમાં ડાંગના બે આદિવાસી યુવાન રવિ જાદવ અને સુનીલ પવારને વાહન ચોરીની શકાંમાં ચીખલી પોલિસે ગત વર્ષે 20મી જુલાઈ એ પકડ્યા હતા. જેના બીજા દિવસે તે બને પોલિસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં પંખા સાથે ઇલેક્ટ્રિક કેબલની મદદથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જે મામલે મૃતક સુનીલના ભાઈએ છ પોલીસ કર્મચારી સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં સી સમરી રિપોર્ટ ભરીને પોલીસ વાળાઓને ક્લીન ચીટ આપવામાં આવતા સમગ્ર વિવાદ હાઈકોર્ટે સમક્ષ પહોંચ્યો છે. જેમાં પિડીત અરજદાર તરફથી રજુઆત કરવામાં આવી હતી. કે, એ તથ્ય નિર્વિવાદ છે કે મૃતકોની પોલીસે ગેરકાયદેસર રીતે અટક કરી હતી. તેથી તેમની વિરુદ્ધ ધારા સીઆરપીસી ની ધારા 342 અને આઈપીસી ની ધારા 334 હેઠળ ગેરકાયદેસર અટકાયતના મામલે ચાર્જસીટ ફાઈલ કરવામા આવી હતી. પરંતું એક્ટ્રોસીટી અને હત્યા સહિતની ગુનાની ધારામાં તમામ દોષિત પોલીસવાળા સામે સી સમરી રિપોર્ટ ભરીને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. હાઈકોર્ટ કેસ ની ગંભીરતાને ધ્યાનમાં લઈ સરકારને નોટિસ પાઠવીને સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. અને તમામ મામલે સ્પષ્ટતા કરવાનું કહ્યું હતું. પરંતુ એને રેકર્ડ પર મૂકતા ફરી એકવાર વિચાર કરી લેવાની તાકિદ હાઈકોર્ટ સરકારને કરી છે.
બુધવારે કોર્ટ સમક્ષ સરકારની દલીલ એવી હતી કે, ત્રણ વ્યક્તિ રાતના સમયે બજારમાંથી પકડયા હતા અને તેમની જોડે સ્કૃ ડ્રાઈવર વગેરે પણ હતાં. જોકે બે શખ્સ ભાગી ગયા હતા અને એક પકડાયા હતો અને તેની જોડે થી ત્રણ બાઇક મળી હતી. તપાસ દરમિયાન તેણે એક અન્ય વ્યક્તિનું નામ જમાવ્યું હતું. તેથી તેને પકડીને કસ્ટડીમાં લેવાયો હતો. પરંતુ બંનેએ બાઈક ચોરી કર્યનું કબૂલ કર્યું ન હતું.
જે કોમ્યુટર રૂમમાં તેમનું ઈન્ટ્રોગેશન ચાલી રહ્યું હતું ત્યારે બને વચ્ચે ઝગડો થયો હતો. એનું કારણ બીજી વ્યક્તિનું નામ પહેલા ઝડપાયેલી વ્યક્તિએ કેમ આપ્યું એ હતું. ત્યારબાદ તેમને સ્ટેશનમાં શાંતિથી રહેવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે રાતનું ભોજન પણ લીધું હતું. અને ત્યારબાદ રૂમ બંધ કરી દેવામાં આવ્યું હતું. એક પીડિતને તો તેના એક સબંધી સાથે વાતચીત કરી ને પોતે કસ્ટડીમાં હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ જ્યારે સવારે સફાઇકર્મી કોમ્પુટર રૂમમાં ગયો તો તેણે જોયું કે. બને વ્યક્તિઓ પંખા સાથે લટકેલા છે. પીએસઓને જાણ કરી હતી.

