હાલ ગુજરાતમાં લઠ્ઠાકાંડે હોબાળો મચ્યો છે અને વિવિધ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીના અડ્ડાઓની માહિતી બહાર આવી રહી છે ત્યારે આપણા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પોહચ્યા તેમની સાથે એક ગજબ ઘટના બની હતી.
ગઈકાલે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ગૃહપ્રધાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓની મુલાકાત દરમિયાન એક દર્દીને પુછ્યું.. કેમ છે તબિયત ત્યારે દર્દીએ કહ્યું.. પોટલી આપોને. હર્ષ સંઘવી પાસે દેશી દારૂની પોટલી માંગી હતી. આ સાંભળી ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ચોંકી ઉઠ્યા હતા.
લઠ્ઠાકાંડમાં જે લોકોએ દારૂ પીધો છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? તેવા ETV Bharatના પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

