ગાંધીનગર: ગુજરાત લાઈવલી હૂડ પ્રમોશન કંપની લી. ગાંધીનગર દ્વારા યોજાયેલ તારીખ 13,14/08/2021ના દિને ગત સમયમાં પરીક્ષાનુ આયોજન કરવામાં આવેલ હતું જે સંદર્ભે તારીખ 3 અને 18/03/2022 દરમિયાન અસલ પ્રમાણ પત્ર ચકાસણી થનાર હતી પણ અચાનક જ જવાબદાર GLPC કંપની અને ગ્રામ વિકાસ કમિશનર ગુજરાત દ્વાર આ ભરતી પ્રક્રિયાને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવતા રોજગારી માટેના આશાસ્પદ ઉમેદવારના ઉમ્મીદ ઉપર પાણી ફરી વળ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ બાબતે 392 જેટલા ઉમેદવારો એ જવાબદાર અધિકારી શ્રી ઓને રજૂઆત કરી હતી , તેમ છતાં પણ ભરતી બાબતે કોઈ યોગ્ય પ્રત્યુતર નાં મળતા, ફરી નોકરીની આશા લઈને બેસેલા યુવાનોએ ગત રોજ તારીખ 25/07/2022 ના દિને ફરીવાર આ બાબતની રજૂઆત કરવા વડી ઓફીસના ધક્કા ખાતા ફરીથી જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપીના હોય જેના લીધે શિક્ષિત બેરોજગાર યુવાનોના માટે બેરોજગારીના ભારણનુ આભ તુટી પડ્યું છે.

વારવાર પેપર ફૂટવાની ઘટના હોય કે પછી ભરતી પ્રક્રિયામાં છબરડા થતાં હોઈ પરંતુ આ એક નવી ઘટના સામે આવી કે ભરતી પ્રક્રિયામાં પસંદગી પામનાર ઉમેદવારોને અસલ પ્રમાણપત્ર ચકાસણીના બે દિવસ પહેલા જ આ પ્રક્રિયા ઉમેદવારોને કારણો જણાવ્યા વગર જ મોકૂફ કરી દેવામાં આવી અને સચિવાલયની ઓફિસોમાં ઘણા ધક્કા ખાવા છતાં પણ જવાબદાર અધિકારી તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા ઉમેદવારોને વધુ એક વાર નિરાશા હાથ લાગી છે. હવે આ શિક્ષિત બેરોજગાર યુવાનો ને ન્યાય કોણ અપાવશે?