કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવીએ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં ખાલી જગ્યાઓને લઈને લોકસભામાં બોલતા જણાવ્યું કે તમિલનાડુમાં સૌથી વધુ 1,162 જગ્યાઓ ખાલી છે, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 1,066 અને કર્ણાટકમાં 1,006 જગ્યાઓ ખાલી છે. દેશભરમાં કુલ 9,161 શિક્ષકો કરારના આધારે કેન્દ્રીય વિદ્યાલયોમાં રોકાયેલા છે. શિક્ષણ મંત્રી દેવીએ જણાવ્યું હતું કે દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં 12,044 અધ્યાપનની જગ્યાઓ અને 1,332 નોન-ટીચિંગ પોસ્ટ્સ ખાલી પડી છે
જાતિ મુજબ નોંધવામાં આવે તો 2021 સુધીમાં ઓબીસી માટે 457 ખાલી અધ્યાપનની જગ્યાઓ અનામત છે, ત્યારબાદ કેવીમાં એસસી માટે 337 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. આ સિવાય 163 ઇડબલ્યુએસ અને 168 એસટીની જગ્યાઓ ખાલી પડી છે. નવોદય વિદ્યાલયોમાં 194 ઇડબલ્યુએસ, 676 ઓબીસી, 470 એસસી અને 234 એસટી જગ્યાઓ ખાલી છે.
શિક્ષણ રાજ્યમંત્રીએ લોકસભામાં કહ્યું કે ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને સંબંધિત ભરતી નિયમોની જોગવાઈઓ મુજબ ખાલી જગ્યાઓ ભરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા શિક્ષકો પણ કામચલાઉ સમયગાળા માટે કરારના ધોરણે કાર્યરત છે.











