ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાની સર્વોદય સોસાયટીમાં રહેતા રાજેશ કરમસિંહ સાપરાએ ધંધામાં નુકસાની થવાના કારણે દેવાદાર બનતા ચીખલીની ક્વોરીની ખાણમાં કૂદી જીવન ટૂંકાવી લીધાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વંટોળ ઉઠ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ રાજેશ કરમસિંહ સાપરાને ધંધા ઘણી ખોટ ગઈ અને તેના પર રૂ. 20 લાખનું દેવું ચડી જતા તેઓ માનસિક તણાવમાં રેહવા લાગ્યા ત્યાર પછી શુક્રવારે બપોરના સમયે ગયા અને પછી દુકાનથી પાછા ન આવ્યા અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતા પરિવારજનોએ શોધખોળ કરી અને તેઓની લાશ દેગામ હંસ ક્વોરીની ઉડી ખીણ માંથી મળી હતી.
આ ઘટના અંગે હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે આવનારા સમયમાં જ હજુ સત્ય ઘટના સામે આવશે એવું લોકચર્ચા થઇ રહી છે.











