વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં ઉડાન દ્વારા આયોજિત વલસાડ ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા વ્યક્તિઓએ ભાગ લઇ તેમાં પોતાના રીતે પોતાનુ ટેલેન્ટ પ્રદર્શન કરી દરેક સ્પર્ધકોએ પોતાની પ્રતિભા બતાવી લોકો મનોરંજન પીરસ્યું હતું.

જુઓ વિડીયો..

આ વિડીયોમાં જે બાળક ટેલેન્ટ બતાવી રહ્યા છે તે રૂદ્ર પટેલ છે તેણે કાર્યક્રમ દરમિયાન તે ફેશન શો માં આદિવાસી વેશભુષા સાથે પોતાનું ટેલેન્ટ રજુ કર્યું હતું અને જયનીલ પટેલ દ્વારા પણ પોતાના અંદાજમાં પોતાનું ટેલેન્ટ લોકો સામે પ્રદર્શિત કર્યું હતું

આ મુદ્દે ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ જણાવ્યું છે કે આવા નાના બાળકો આપણા સમાજની આદિવાસીયત જીવંત રાખશે. મારા સમાજની સંસ્કૃતિ, મારા સમાજની અસ્મિતાને જીવતી રાખવી એ આવનારી આ નવીપેઢી પર જ નિર્ભર છે.